Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા પીજી લેકચરનો પ્રારંભ

જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા પીજી લેકચરનો પ્રારંભ

બે દિવસના કોર્ષમાં રાજ્યભરના 80થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા : 15 જેટલા તજજ્ઞ ઓર્થોપેડિક સર્જનો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગ દ્વારા આજથી બે દિવસના પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષનો પ્રારંભ થયો છે. આ લેકચરમાં રાજ્યભરની મેડિકલ કોલેજના 80થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યાં છે.

- Advertisement -

જામનગરના ગૌરવ સમાન એમ. પી .શાહ મેડીકલ કોલેજ સંલગ્ન જી. જી. હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ, ડો. વિજય આર. સાતાના માર્ગદર્શન હેઠળ સતત દરવર્ષે હજારો દર્દીઓની શ્રેષ્ઠ સારવાર તો કરે જ છે સાથે-સાથે ન માત્ર જામનગર પરંતુ સમગ્ર ગુજરાતના સ્તરે ઓર્થોપેડિક વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠતમ ટીચિંગ-લર્નિંગ પ્લેટફોર્મ પણ સતત પૂરું પાડવા માટે કાર્યરત રહે છે. આ જ શ્રેષ્ઠ પરમ્પરા હેઠળ ગત તા. 20 નવેમ્બરના રોજ ઓપન ગુજરાત પોસ્ટ ગ્રેજયુએટ ક્વીઝ નું અત્યંત સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ હવે એક અત્યંત જટિલ અને શ્રેષ્ઠ તેવો ગુજરાત ઓર્થોપેડીક્સ એસોસીએસન પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષ હવે સમગ્ર ઓર્થોપેડીક્સ વિભાગ ડો. વિજય આર. સાતા ના સઘન માર્ગદર્શન હેઠળ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ ના નવા બિલ્ડીંગ ખાતે કોવિડ પ્રોટોકોલ ના ચુસ્ત પાલન સાથે તા. 7 તથા 8 જાન્યુઆરી 2023 ના રોજ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી એમ. એસ. (ઓર્થોપેડીક્સ) ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 80 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

આ બે દિવસ દરમ્યાન એમ.એસ. (ઓર્થોપેડીક્સ)ની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ખાસ લેક્ચર્સ ઉપરાંત ચર્ચાસત્ર, ઓર્થોપેડિક સર્જનની કાયમની પ્રેકટીસમાં અત્યંત મહત્વના એવા થાપા ના સાંધાના ઘસારા; મણકા ની ગાદીની તકલીફો, ગોઠણ ના સાંધાનો ઘસારો, નાના બાળકોના વાંકા -ચુકા પગ, હાડકું ઓપરેશન છતાં જોડાતું ન હોય (નોન યુનિયન), હાડકા માં રસી થઇ જાય-જેવા દર્દીઓ (જેમની સારવાર કેટલા બધા વર્ષોથી જી.જી. હોસ્પીટલના ઓર્થો. વિભાગ દ્વારા ખુબ સફળ રીતે કરવામાં આવે જ છે) ને પ્રત્યક્ષ બતાવી; તેમના કેઈસ બાબતે ખાસ માર્ગદર્શન આપી આવા મુશ્કેલ દર્દીઓની સારવાર કઈ રીતે સરળતાથી તથા સફળતાથી કરી શકાય તેમજ કોમ્પ્લીકેશન ના ભય સ્થાનોને કઈ રીતે દુર રાખી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

- Advertisement -

આ સમગ્ર કાર્યકર્મનો આયોજન વિભાગના વડા ડો. સાતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઓર્થોપેડિક અસોસિએશનના પ્રમુખ ડો. ગોવિંદ પુરોહિત તથા સેક્રેટરી ડો. કમલેશ દેવમુરારીના નેજા હેઠળ, સમગ્ર જામનગરના ઓર્થોપેડિક સર્જનોના ઉત્સાહ ભેર સહયોગ સાથે ઓર્ગે. સેક્રેટરી ડો. દીપક પરમાર દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યકર્મ માં તમામ જુનિયર-સીનીયર રેસી. ડોક્ટર્સ તેમજ ઓર્થો. વિભાગના ડો. નેહલ શાહ તથા ડો. અપૂર્વ ડોડીયા ઉત્સાહ ભેર ભાગ લઇ રહેલ છે.
આ બે દિવસના જ્ઞાનસત્ર દરમ્યાન ડો. સાતાના આમંત્રણને માન આપી સમગ્ર ગુજરાતના બધી જ મેડીકલ કોલેજો જ્યાં જ્યાં ઓર્થોપેડિક વિભાગમાં એમ.એસ.નો અભ્યાસ ક્રમ થાય છે ત્યાંના હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ; સંનિષ્ઠ શિક્ષકો તથા 15 જેટલા પોત પોતાના વિષયના શ્રેષ્ઠ પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઓર્થોપેડિક સર્જનો જામનગર આવી પોતાના જ્ઞાનનો લાભ ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને આપશે. આ સમગ્ર આયોજનો મુખ્ય હેતુ એ જ છે કે આજના વિદ્યાર્થીઓ જયારે આવતીકાલે સમાજને પોતાની સેવાઓનો, જ્ઞાન કુશળતાનો લાભ આપે ત્યારે ઓર્થોપેડીક્સ જેવા અત્યંત જટિલ અને જોખમી સારવાર પામતા દર્દીઓને સમગ્ર ગુજરાત માં લગભગ એકસરખી, શ્રેષ્ઠ સારવાર મળે. આ બાબતે જામનગર અગ્રેસર રહેલ છે જે ખુબ ગૌરવ ની બાબત છે. આ કાર્યકર્મમાં ગુજરાતના હાલના પ્રમુખ, સેક્રેટરી તો પધારી જ રહ્યા છે પરંતુ પૂર્વ પ્રમુખો; નેશનલ સેક્રેટરી અને આર્થ્રોસ્કોપી (દૂરબીનના ઓપરેશનો) ; સાંધા બદલવાના નિષ્ણાંતો, મણકા ના ઓપરેશનના નિષ્ણાંતો, બાળકોના ઓર્થોપેડિક ને લગતા રોગો, જટિલતમ ફ્રેકચરની સારવાર સરળ કરી આપનાર નિષ્ણાંતો આમ, તમામ આયામ ના અનેક નિષ્ણાંતો જ્ઞાનની ગંગોત્રી અને અનુભવની યમનોત્રી અત્રે ની એમ.પી. શાહ સરકારી મેડીકલ ખાતે વહાવશે.

આ સમગ્ર આયોજન માં ડો. સાતાને; ઓર્ગે. સેક્રેટરી. ડો. દીપક પરમાર તેમજ સમગ્ર ઓર્થોપેડિક વિભાગના સક્રિય સહયોગ ઉપરાંત પૂર્વ હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ ડો. વી. એમ. શાહ તથા ડો. કે. એસ. સોલંકીના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. ડીન ડો. નંદની દેસાઈ, તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી, એડીશનલ ડીન ડો. ચેટર્જી નો સતત, સંપૂર્ણ સહયોગ તથા માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular