Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું નિધન

ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું નિધન

- Advertisement -

‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું ગુરુવાર, 5 જાન્યુઆરી, 2023ના રોજ અવસાન થયું છે. એમની વય 92 વર્ષ હતી. મધુરી કોટક એટલે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના પત્ની અને ‘ચિત્રલેખા’ના સહસંસ્થાપક. મધુરીબેનની એક ખૂબીથી આજની પેઢી કદાચ ભાગ્યે જ પરિચિત હશે. 50ના દાયકામાં પારસી મહિલા હોમાઈ વ્યારાવાલા દેશના સૌપ્રથમ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. 60 અને 70ના દાયકામાં મધુરી કોટક પણ એટલા જ કાબેલ ફોટોગ્રાફર તરીકે સતત કાર્યરત હતા. શરમાળ સ્વભાવ અને હંમેશા પડદા પાછળ રહીને કામ કરતાં મધુરીબેન પબ્લિસિટીથી જોજનો દૂર રહેતા એટલે એમની આ સિદ્ધિની આજની પેઢીને જાણ ન થઇ હોય એ સ્વાભાવિક છે.
વજુ કોટક પાસેથી જ પત્રકારત્વની સાથે ફોટોગ્રાફીના પાઠ ભણનારા મધુરી કોટકે સૌપ્રથમ ‘ચિત્રલેખા’ પછી ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિનમાં લગભગ વીસ-પચીસ વર્ષ સુધી એમના પાડેલા ફોટા છપાતાં હતાં. 60 અને 70ના દાયકાની જાણીતી ફિલ્મ હિરોઈનો સાથે મધુબેનને પરિચય હતો. 1971ના યુદ્ધ પછી ફિલ્મ અભિનેત્રી આશા પારેખ અને અન્ય અભિનેત્રીઓ ઘાયલ જવાનોને મળવા ને ખબર-અંતર પૂછવા માટે સરહદ પર ગઈ હતી. આશા પારેખે મધુબેનનાં કહેવાથી ખાસ સરહદથી મુંબઈ પરત ફરીને ‘ચિત્રલેખા’ માટે સ-તસવીર લેખ લખ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular