સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી આવતીકાલે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કર્યા બાદ રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે ત્યારે તેમની જામનગર જિલ્લાની મુલાકાતને લઇ જિલ્લા કલેકટર તથા પોલીસ તંત્ર દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના આગમન સમયે કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારીના ભાગરૂપે તૈયારીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.