Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયસમ્મેત શિખર માટે પ્રાણ આપનાર જૈનમુનિની પાલખીયાત્રા

સમ્મેત શિખર માટે પ્રાણ આપનાર જૈનમુનિની પાલખીયાત્રા

રપ દિવસથી ઉપવાસ પર રહેલાં સુજ્ઞોય સાગરજી ગઇકાલે કાળધર્મ પામ્યા હતા : અન્ય એક જૈન મુનિ આચાર્ય સુનિલસાગરે પણ અન્ન ત્યાગ કર્યો છે

- Advertisement -

ઝારખંડમાં સમેત શિખરને પ્રવાસન્ સ્થળ જાહેર કરવા સામે ઉપવાસ પર બેઠેલા જૈન મુનિ સુજ્ઞોય સાગરે પોતાના પ્રાણ ત્યજ્યા છે. તેઓ સાંગાનેર સ્થિત જૈન મંદિરમાં કાળધર્મ પામ્યા હતા. મંગળવારે બપોરે તેમને શ્રમણ સંસ્કૃતિ સંસ્થામાં સમાધિ આપવામાં આવી હતી. સમાધિ આપતાં પહેલાં તેમની પાલખીયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા.

- Advertisement -

સાંગાનેરમાં બિરાજીત સુજ્ઞોયસાગરજી સમેત શિખરને બચાવવા માટે 25 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. તેમણે મંગળવારે સવારે દેહત્યાગ કર્યો. તેમની ડોલીયાત્રા જયપુરના સાંગાનેર મંદિરમાંથી નીકળી હતી.

વાસ્તવમાં ઝારખંડમાં ગિરિડીહ સ્થિત પવિત્ર જૈન તીર્થ સમેત શિખરને પ્રવાસન યાદીમાં સામેલ કરવા બદલ જૈન સમાજમાં ગુસ્સો છે. જૈનો રાજ્ય સરકારના આ નિર્ણય સામે સમગ્ર દેશમાં પ્રદર્શન કરી રહ્યા છે.

- Advertisement -

સાંગાનેરના સંઘીજી મંદિરમાં આચાર્ય સુનીલ સાગરે પણ આ ચળવળના સમર્થનમાં અન્ન ત્યાગ કર્યો છે. આચાર્ય સુનીલસાગરે મુંબઈમાં બ્રહ્મચર્યનું વ્રત લીધુ હતુ અને બાંસવાડામાં મુનિ દીક્ષા લીધી હતી. ઝારખંડના રાજૅધાની રાંચીમાં પણ સમેત શિખરને પ્રવાસન સ્થળની યાદીમાંથી મુકત કરાવવા માટે રેલી શરૂ થઈ ગઈ છે. આ રેલી રાજભવન જઈને રાજ્યપાલને આવેદન આપશે.

ગુજરાતમાં પણ સુરત ખાતે જૈન તીર્થસ્થળને પ્રવાસન્ સ્થળ જાહેર કરવાના વિરોધમાં હજારો જૈનો રસ્તા પર ઉતર્યા. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં કલેક્ટર ઓફિસ સુધી પગપાળા કૂચ કરી પ્રદર્શનકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પારસનાથ પર્વતમાળા પર આવેલું સમેત શિખર જૈન સમાજનું સૌથી મોટું તીર્થ છે. સમાજના સભ્યો પારસનાથ હિલ્સને પ્રવાસન્ સ્થળ તરીકે વિકસાવવાના સરકારના આયોજનનો વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને લઈને દેશભરમાં ચાલતા વિરોધ પ્રદર્શનોની જડ હાલમાં કેન્દ્ર અને ઝારખંડ સરકાર તરફથી જારી કરવામાં આવેલી નોટિસ છે.

- Advertisement -

તેમા સમેત શિખરને પ્રવાસન્ સ્થળ તરીકે વિકસાવવાની વાત કરવામાં આવી છે. જૈન સમાજના લોકોએ સરકાર તરફથી જારી કરવામાં આવેલી નોટિસને પોતાની ધાર્મિક ભાવના પર કુઠારાઘાત ગણાવતા વિરોધનો મોરચો ખોલ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular