Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય27 જાન્યુઆરીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે પ્રધાનમંત્રી મોદી

27 જાન્યુઆરીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે પ્રધાનમંત્રી મોદી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત આ વર્ષે 27 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી હતી. ભુવનેશ્વરમાં 6ઠ્ઠા રાષ્ટ્રીય કલા ઉત્સવ, 2022નું ઉદઘાટન કરતાં પ્રધાને કહ્યું, ‘હું આર્ટ ફેસ્ટિવલ 2022ના શ્રેષ્ઠ 3 જૂથોને દિલ્હી આવવા આમંત્રણ આપું છું. આ બાળકો 26 જાન્યુઆરીએ પરેડ નિહાળશે. 27 જાન્યુઆરીએ જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પરિક્ષા પે ચર્ચા 2023ના મંચ પર હશે, ત્યારે આ બાળકોને પણ તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે.’

- Advertisement -

વડાપ્રધાન ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. તે જ સમયે, શિક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું, ‘પરીક્ષા પે ચર્ચા 2023 ની તારીખ જાહેર કરવામાં આવી છે. પરિક્ષા પે ચર્ચા 27 જાન્યુઆરી 2023ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular