વિશ્વના દેશોમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચયું છે. ત્યારે જામનગર શહેરમાં બાકી રહેલા નાગરિકો આરોગ્ય કેન્દ્રો પર વેક્સિન તથા બુસ્ટરડોઝ લે તેવી અપીલ તથા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત નવનિયુક્ત ધારાસભ્ય, ભાજપ શહેર પ્રમુખે માસ્ક પહેરી મુલાકાત લીધી હતી.
વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ ફરીથી એક્ટિવ થઇ રહી છે. ત્યારે જામનગરમાં કોરોના અંગે આરોગ્ય કેન્દ્રોમાં રસિકરણને લઇને કંઇ પ્રકારની વ્યવસ્થાઓ છે. તે અંગે ચકાસણી કરવા માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઇ કગથરા સ્વેચ્છાએ કોરોનાની તકેદારીના ભાગરૂપે માસ્ક પહેરીને બેડી બંદર રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ નવાગામઘેડ અને શહેરના બીજા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ તકે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રોમાં રસિકરણના બુસ્ટરડોઝ અંગે કોઇ પ્રકારની વ્યવસ્થાઓ છે? તેની માહિતી મેળવી હતી અને જાહેર જનતાને જાગૃત થઇને બુસ્ટરડોઝ લેવા તેમજ સિનિયર સિટિઝનોને સ્થિતિ નાજુક હોય તેવી બિમાર વ્યક્તિઓએ સ્વાસ્થ્યની તકેદારી માટે બુસ્ટરડોઝ લેવા અપીલ કરી હતી. આ તકે દરેક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અને સ્ટાફેે સહકાર આપ્યો હતો.