Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી પ્રકરણમાં 92 લાખ કબ્જે

ખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી પ્રકરણમાં 92 લાખ કબ્જે

- Advertisement -

આ ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામે રહેતા મુરુભાઈ લખુભાઈ કરમુર નામના શખ્સ દ્વારા તાલુકાના જુદાજુદા ગામોના ખેડૂતો પાસે જઈને મગફળી સહિતની ખેત પેદાશ વેચાતી લઈ અને તેના બદલે રોકડ રકમ ચૂકવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો.

- Advertisement -

આ શખ્સ દ્વારા તાજેતરમાં ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામ સહિતના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેઓને પૈસા ન ચૂકવવાતા ગત તારીખ 17 ના રોજ આ શખ્સ સામે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, બે ડઝનથી વધુ ખેડૂતોની રૂા.98.36 લાખ જેટલી મગફળી લઈને પૈસા ન ચૂકવેલા આ શખ્સની ગત તારીખ 22 મીના રોજ પોલીસે અટકાયત કરી, પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યાર બાદ જરૂરિયાત જાણતા અદાલતે બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરેથી પોલીસે રૂા. 5,20,000 રોકડા તેમજ જુદા જુદા સંબંધીઓના ઘરે તેના દ્વારા રાખવામાં આવેલી રૂા. 70 લાખની રકમ પોલીસે કબ્જે લીધી છે. આ ઉપરાંત જુદા જુદા ઓઇલ મીલના વેપારીઓ પાસેથી રૂા. 16,42,750 મળી કુલ રૂા. 91,62,750 ની રકમ કબજે લેવામાં પોલીસને સફળતા સાંપળી હતી. આમ, ખેડૂતોની મગફળી લઈ અને બારોબાર વેચી મારી અને નાસી છૂટેલા શખ્સ પાસેથી પોલીસને રૂા. 92 લાખ જેટલી માતબર રકમ મેળવવા સફળતા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular