ભાણવડ તાલુકા સેવા સદનના દરવાજા પાસે મધમાખીના ઝુંડને કારણે નાગરિકો માટે મુશ્કેલી બની રહી હોય આ અંગે જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજૂઆત કરી છે.
ભાણવડ તાલુકા સેવા સદનના મુખ્ય દરવાજા પર જંગલી મધમાખીનું ઝુંડ હોય જેના કારણે મુલાકાતીઓ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ મધમાખીનું ઝુંડ વહીવટદારોને નઝરે ન ચડતું હોય તેમ દિનપ્રતિદિન મોટું થતું જઈ રહ્યું છે. આ મખમાખીના ઝુંડથી અરજદારો માટે ખતરો બની રહ્યો છે. ત્યારે તેને વહેલી તકે દૂર કરવા રાણપરના પંકજ દવે દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.