Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની પાંચ બેઠકો ઉપર પોસ્ટલ બેલેટમાં કોને કેટલા મત મળ્યાં ?

જામનગર જિલ્લાની પાંચ બેઠકો ઉપર પોસ્ટલ બેલેટમાં કોને કેટલા મત મળ્યાં ?

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી ફરજમાં રોકાયેલાં કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યુ હતું. જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર કુલ 6737 પોસ્ટલ બેલેટ મત પડયા હતા.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું તા. 1 અને પાંચ ડિસેમ્બરે મતદાન યોજાયા બાદ આજે મતગણતરી યોજાઇ હતી. આ મતગણતરીમાં સવારે આઠ વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ થી મતગણતરીનો પ્રારંભ થયો હતો. જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી હરિયા કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં સવારે 8 વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી ફરજમાં રહેલાં કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોએ અગાઉ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું.

જેમાં જામનગર જિલ્લાની 76 કાલાવડ વિધાનસભા બેઠક ઉપર કુલ 1437 પોસ્ટલ બેલેટ મત પડયા હતા. જેમાંથી 276 મતો રિજેકટ થયા હતા. જયારે ભાજપાના ઉમેદવાર મેઘજીભાઇ ચાવડાને 504 મત, આમઆદમી પાર્ટીના જીગ્નેશ સોલંકીને 451 મત, કોંગ્રેસના પ્રવીણભાઇ મુસડીયાને 178 મત, બીએસપીના ચૌહાણ મહેન્દ્રને 8 મત તથા અપક્ષ ઉમેદવાર ચૌહાણ પ્રવીણભાઇને એક મત મળ્યો હતો. જયારે 19 મત નોટામાં પડયા હતા.

- Advertisement -

77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં કુલ 1126 મત પોસ્ટલ બેલેટ થકી નોંધાયા હતા. જે પૈકી 350 મત રિજેકટ થયા હતા. જયારે ભાજપાના રાઘવજીભાઇ પટેલને 383 મત, આમઆદમી પાર્ટીના પ્રકાશ દોગાને 283 મત, કોંગ્રેસના જીવણભાઇ કુંભરવડિયાને 62 મત, બીએસપીના કાસમભાઇ ખફીને 29 મત, ભુરાલાલ પરમારને 8 મત તથા ચંદ્રા ધર્મેન્દ્રને 1 મત મળ્યો હતો. જયારે 10 મત નોટામાં પડયા હતા.

78 જામનગર ઉત્તર વિધાનસભામાં કુલ 1616 પોસ્ટલ મત પડયા હતા. જેમાં 224 મતો રદ થયા હતા. જે પૈકી ભાજપાના રિવાબા જાડેજાને 716 મત, આમ આદમી પાર્ટીના કરશન કરમુરને 447 મત, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાને 186 મત, મલેક આદિલ તથા હિનાબેન મકવાણાને ર-ર મત, અનવર કકકલ, કેર રહીમ, ચાવડા અશોકને 1-1 મત મળ્યો હતો. તેમજ જાહિદ જાની અને મિયા આમીનને એક મત મળ્યો ન હતો.જયારે રપ મતો નોટામાં પડયા હતા.

- Advertisement -

79 જામનગર વિધાનસભામાં 876 પોસ્ટલ મતો પડયા હતા. જે પૈકી ર0પ મતો અમાન્ય રહયા હતા. આ બેઠક ઉપર ભાજપાના દિવ્યેશ અકબરીને 447 મત, આમ આદમી પાર્ટીના વિશાલ ત્યાગીને 130 મત, કોંગ્રેસના મનોજ કથીરિયાને 65 મત, બીએસપીના મકુબેન રાઠોડને 7 મત, અપક્ષ ઉમેદવાર ભરત ચૌહાણને બે મત, અપક્ષ ઉમેદવાર મહંમદ હુશેન કાદરી તથા અફઝલ ભાયાને 1-1 મત મળ્યા હતા. જયારે ભારતીય નેશનલ જનતાદળના કમલેશ હિરપર, ગુજરાત નવનિર્માણ સેનાના મુકેશ ગોહેલ, અપક્ષ ઉમેદવાર અલીમામદ પારાણી, જુનેદ ચૌહાણ, જીતેશ રાઠોડ, ચંદ્રકાન્ત પટણી અને અર્જુન પરમારને એક પણ મત મળ્યો ન હતો. તેમજ 18 મત નોટામાં પડયા હતા.

80 જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર કુલ 1682 મત પોસ્ટલ બેલેટ થકી પડયા હતા જેમાંથી 105 મતો અમાન્ય રહયા હતા. આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના હેમત ખવાને 738 મત, ભાજપાના ચિમનભાઇ સાપરિયાને 658 મત, કોંગ્રેસના ચિરાગ કાલરિયાને 148 મત, અપક્ષ ઉમેદવાર, પ્રવિણભાઇ પટેલને બે મત, અપક્ષ ઉમેદવાર અબુ સિડા તથા બસીર સમા અને જોશી અમિતને 1-1 મત મળ્યો હતો. સમાજવાદી પાર્ટીના જુણેજા શબ્બીર અને અપક્ષ ઉમેદવાર અંબાલાલ વાવેચાને એક પણ મત મળ્યો ન હતો. 28 મત નોટામાં પડયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular