Monday, December 23, 2024
Homeરાજ્યજગતમંદિરના ધનુર્માસ ઉત્સવ કાર્યક્રમમાં નિત્યક્રમ સમયમાં ફેરફાર

જગતમંદિરના ધનુર્માસ ઉત્સવ કાર્યક્રમમાં નિત્યક્રમ સમયમાં ફેરફાર

- Advertisement -

દ્વારકા સ્થિત જગતમંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે.

- Advertisement -

મંગળવાર તા. 20 ડિસેમ્બરના મંગળવારના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 વાગ્યે, અનોસર (મંદિર બંધ) 10.30 વાગ્યે, ઉત્થાપન સાંજે 5 વાગ્યે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.

આ ઉપરાંત મંગળવાર તા. 3 જાન્યુઆરીના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 વાગ્યે, અનોસર (મંદિર બંધ) 10.30 વાગ્યે, ઉત્થાપન સાંજે 5 વાગ્યે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. આ જ રીતે તા. 10 તથા 12 જાન્યુઆરી ધનુર્માસના રોજ પણ મંગલા આરતી સવારે 5.30 વાગ્યે, અનોસર સવારે 10.30 વાગ્યે ઉત્થાપન સાંજે 5 વાગ્યા બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular