Monday, December 23, 2024
Homeરાજ્યરોજીવાડાની તરૂણીએ ભૂલથી ઝેરી દવા પી લેતા મોત

રોજીવાડાની તરૂણીએ ભૂલથી ઝેરી દવા પી લેતા મોત

ભાણવડ પંથકના શિક્ષક યુવાને ઝેરી દવા ગટગટાવી : સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં રહેતી તરૂણીએ તેણીના ઘરે ભૂલથી ઈનોના બદલે ઘઉંમાં નાખવાના પાવડર પી જતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભાણવડ પંથકમાં રહેતાં શિક્ષકે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે રહેતા દિનેશભાઈ નારણભાઈ ગોરફાડ નામના સગર યુવાનની 17 વર્ષની તરૂણ પુત્રી નેહલબેને ગત તા.28મી ના રોજ પોતાના ઘરે ઈનો પાવડરના બદલે ભૂલથી ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની ચાર મૃતકના પિતા દિનેશભાઈ ગોરફાડે ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -

બીજો બનાવ, ભાણવડ તાલુકામાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા હસનભાઈ વલીમામદભાઈ નોયડા નામના 42 વર્ષના સંધી યુવાને શનિવારે બપોરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના ભાઈ હુસેનભાઈ નોયડાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular