જામનગરમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ ગોવિંદભાઇ મોહનભાઇ પાલાનાએ અંબા રેસીડેનસી, જી-1ની દુકાન પોતે અગાઉ પ્રકાશ અમૃતલાલ પાલાને વેચાણ આપેલ હોય અને પોતે માલિક ન હોય તેમ છતાં ફરિયાદી મીનાબેન નાનજીભાઇ મારૂ તથા તેમના પુત્રને દુકાનનો વેચાણ કરાર દસ્તાવેજ કરી આપી તેમાં મુળ દુકાન માલિક પ્રકાશ પાલા વતી સહી કરી ફરિયાદી તથા સાહેદ પાસેથી પૈસા લઇ ફરિયાદી કે તેના પુત્રને દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપી પૈસા ઓળવી જઇ અને તે કામમાં તેમના પત્નિ પન્નાબેન ઉર્ફે પૂજાબેને મદદગારી કરી ફરિયાદી સાથે વિશ્ર્વાસઘાત, છેતરપિંડી કરતાં ફરિયાદી મીનાબેન નાનજીભાઇ મારૂએ આ બન્ને સામે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સદરહુ કામનો કેસ જામનગરના પાંચમા એડિશનલ ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ચાલવા પર આવતાં સરકાર તરફે રોકાયેલ એ.પી.પી. રશ્મિબેન પી. દત્તાણીની તથા સાહેદોની જુબાની ધ્યાને લઇ કોર્ટે આરોપીને તકસવીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂા. પપ,000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરતો હુકમ ફરમાવેલ છે. કેસમાં સરકાર તરફે એ.પી.પી. રશ્મિબેન પી. દત્તાણી રોકાયેલ હતા.