Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર-લાલપુર પંથકમાં ચિમનભાઇનો ઝંઝાવાતી પ્રચાર

જામજોધપુર-લાલપુર પંથકમાં ચિમનભાઇનો ઝંઝાવાતી પ્રચાર

પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં : લાલપુર પંથક અને જામજોધપુરમાં વિકાસને વેગવંતો બનાવવા અને કેસરિયો પરચમ લહેરાવવા મતદારોમાં અનેરો ઉત્સાહ

- Advertisement -

જામજોધપુર વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા નો પ્રચાર પ્રસાર વધુ દમદાર બનતો જઈ રહ્યો છે. જામજોધપુરમાં ચીમનભાઈ સાપરીયા દ્વારા એક એક મતદારો સુધી પહોંચી ભાજપાની વિકાસ ગાથા પહોંચાડવા પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ કરીને જામજોધપુર તાલુકાના માંડાસણ, સડોદર, લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ચીમનભાઈ સાપરિયા દ્વારા જનસંપર્ક યોજાઈ રહ્યો છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના સામાજિક આગેવાનો તેમજ પૂર્વ સાંસદ, જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

- Advertisement -

જામજોધપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા દ્વારા લોકસંપર્ક યોજાઈ રહ્યો છે. જામજોધપુર તાલુકાના બગધરા, માંડાસણ, સડોદર ગામે તેમજ લાલપુર તાલુકાના મોટી વેરાવળ, ખડખંભાળિયા, ખટીયા ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સામાજિક આગેવાન જગદીશભાઈ કોટડીયા, ખોડલધામ કાગવડ ના પ્રમુખ પરેશભાઈ ગજેરા, પૂર્વસાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહીત જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો કીમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપી ભવ્ય વિજય અપાવવા ગ્રામજનોને આહવાન કર્યું હતું.

મતદારોને ભાજપાના વિકાસ કાર્યો અને વિકાસ ગાથા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જામજોધપુરના ભાજપાના પ્રતિભાશાળી ઉમેદવાર અને સ્વચ્છ સભ્ય ધરાવતા ચીમનભાઈ સાપરિયાનો પ્રચાર વેગવંતો બની રહ્યો છે અને ઠેર ઠેરથી લોક સંપર્ક દરમિયાન ભવ્ય આવકાર મળી રહ્યો છે કેસરિયો કાફલો પ્રચારમાં પહોંચતા લોકો ભવ્ય આવકાર આપી રહ્યા છે અને જંગી બહુમતીથી ચીમનભાઈને જીતાડવા માટે નિર્ધાર કર્યો હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં કેસરિયો ઝંઝાવાત જોવા મળી રહ્યો છે. જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ચીમનભાઈ દ્વારા આગેવાનો સાથે બેઠકો યોજાઈ રહી છે. જેમાં કેસરિયો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે. ચુંટણી પ્રચાર દરમ્યાન જામજોધપુર અને લાલપુર પંથક ભાજપાની સાથે રહેવા અડીખમ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મતદારોમાં વિકાસને વેગવંતો બનાવવા અને કેસરિયો પરચમ લહેરાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular