જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢ બપોરના સમયે મયુર મેડિકલની બાજુમાંથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ખિસ્સામાંથી 28,000નો મોબાઇલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરભી હતી.
ચોરીના બનાવની વિગત મુજત જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 9માં રહેતા રમેશભાઇ જેન્તીભાઇ ચંદારાણા નામના નિવૃત્ત પ્રૌઢ બે સપ્તાહ પૂર્વે મયુર મેકિડકલ પાસેથી પસાર થતાં હતા તયરે તેના ખિસ્સામાં રહેલો રૂા. 28,999 કિંમતનો વનપ્લસ નોટ-2 મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી ગયો હતો. આ અંગેની જાણ કરતાં હેકો એલ.કે જાદવ તથા સ્ટાફે ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.