Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમાર્કેટીંગ યાર્ડ નજીક કૂતરું આડું ઉતરતા રીક્ષા પલ્ટી, યુવાનનું મોત

માર્કેટીંગ યાર્ડ નજીક કૂતરું આડું ઉતરતા રીક્ષા પલ્ટી, યુવાનનું મોત

- Advertisement -

જામનગરના માર્કેટીંગ યાર્ડ પાસે અન્નપૂર્ણા ચોકડીથી હાપા તરફના માર્ગ પરથી પસાર થતી છકડો રીક્ષા આડે અચાનક કૂતરું આડુ આવતા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી ખાઇ જતા રીક્ષામાં બેસેલા યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર નજીક અન્નપૂર્ણા ચોકડીથી હાપા તરફ જવાના માર્ગ પર માર્કેટીંગ યાર્ડ પાસેથી જીજે25 ટી 2297 નંબરની છકડો રીક્ષા બુધવારે બપોરના સમયે પસાર થતી હતી ત્યારે અચાનક માર્ગમાં કૂતરું આડું ઉતરતા ચાલક આમદભાઇ સમાએ રીક્ષા પરનો કાબૂ ગુમાવી દેતા ડિવાઇડર સાથે અથડાઇને રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં પાછળ બેસેલા લીલાધરભાઇ મનજીભાઇ વાઘેલા (ઉ.વ.35) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમજ રીક્ષાચાલક આમદભાઇને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત આમદભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી અને ચાલક વિરૂધ્ધ અસલમભાઇના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular