ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એડીઆરનો રિપોર્ટ જાહેર થયો છે. જેમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. 2022માં વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તથા 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. કુલ ઉમેદવારમાંથી 167 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.
ઉલ્લેખનિય છે કે 100 નેતાઓ સામે ગંભીર પ્રકારના ગુનાઓ છે. તથા 2017માં કુલ ઉમેદવારમાંથી 137 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા હતા. જેમાં હવે ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. તથા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહે ર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. તથા 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ છે. તેમજ 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહે લા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. તથા 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે.