Monday, December 23, 2024
Homeરાજ્યનયારા એનર્જીએ સીએસઆર પહેલ માટે પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા

નયારા એનર્જીએ સીએસઆર પહેલ માટે પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને તેની સીએસઆર પહેલ માટે બહુવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. જિલ્લા ક્ષય વિભાગના સહયોગથી નયારા એનર્જીના ટીબી નાબૂદી પ્રોજેક્ટને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તાજેતરમાં ગવર્નર હાઉસ, અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. પહેલનો અનોખો અભિગમ પોષણ અને આહારની ગુણવત્તા સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલો છે જે ટીબીની રિકવરીમાં મદદ કરે છે અને પરિવારના અન્ય સભ્યોમાં બીમારી થવાથી અથવા ફેલાવતો અટકાવે છે. છેલ્લા ચાર વર્ષોમાં નયારાની ટીબી ન્યુટ્રિશન સપોર્ટ પહેલમાં 750 જેટલા ટીબી દર્દીઓ નોંધાયેલા છે. કાર્યક્રમમાં યુએસએઆઈડી અને ધ યુનિયનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વધુમાં હેલ્પેજ ઈન્ડિયા દ્વારા નયારા એનર્જીને કોવિડ-19ના સમયમાં હાથ ધરવામાં આવેલી તેમની ‘ક્રિટીકલ રિસ્પોન્સ’ પહેલ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વિશેષ પહેલ દ્વારા નયારા સમગ્ર રાજ્યમાં એક લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચે છે, જેમાં પ્રતિભાવ, પુનર્વસન અને સ્થિતિસ્થાપકતાને લક્ષ્યાંકિત કરતા સક્રિય પગલાંની શ્રેણીનો સમાવેશ થાય છે. આ પગલાંઓમાં હળવા લક્ષણોવાળા કોવિડ દર્દીઓ માટે ઓક્સિજન જનરેશન યુનિટ્સ સાથે દવાઓ અને ચોવીસ કલાક તબીબી સેવાઓથી સજ્જ 50-બેડનું કોવિડ-કેર સેન્ટર સ્થાપવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બેરોજગારી અટકાવવા અને કોવિડ-19 દરમિયાન આવકનું સાતત્ય સુનિશ્ચિત કરવા માટે નયારાએ લગભગ 350 મહિલાઓને ફરીથી ઉપયોગ કરી શકાય તેવા ફેસ માસ્કના સ્ટીચિંગમાં તાલીમ સાથે સહયોગ કર્યો હતો જેથી તેઓને રૂપિયા 10 લાખથી વધુની કમાણી કરવામાં મદદ મળી હતી.

- Advertisement -

છોગામાં વધુ એક પીંછું ઉમેરાતા નયારાના સીએસઆર પ્રયાસોને સીએસઆર ગુડબુકની 2021 આવૃત્તિમાં પણ દર્શાવવામાં આવ્યા છે, જે લાઈવ વીક દ્વારા વાર્ષિક સંકલન છે, જે સીએસઆર અને ટકાઉપણાના કાર્યક્રમોની શ્રેષ્ઠ પ્રથાઓને દેશભરમાં પ્રસારિત કરે છે. સીએસઆર ગુડબુકનું લોન્ચિંગ 2જી ઓક્ટોબર 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાયું હતું.

ભારતની બીજા ક્રમની સૌથી મોટી ઓઇલ રિફાઇનર નયારા એનર્જીએ થોડા વર્ષોથી તેની સીએસઆર ભૂમિકાનો વિસ્તાર એવું સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાની સાથે કર્યો છે કે જે સમુદાયોમાં એ કામ કરે છે એ વિકસિત થાય અને સાથે સાથે આગળ વધે. નયારા એનર્જીની સીએસઆર પહેલો સમગ્ર રાજ્યમાં સમુદાયો સાથે અથાક કામ કરવા તરફ વલણ ધરાવે છે, જેના પરિણામે મોટા અને કાયમી લાભો મળે છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular