નાટક, નૃત્ય, સંગીત, લોક કલા, ડી.જે. , ફોટોગ્રાફી, ચિત્રકલા, સાહિત્યના કલાકારો સાથે સંવાદ કરીને આવનારા વર્ષોમાં અને ચૂંટણી મેનીફેંસટોમાં કલાકારોના કયા મુદ્દા આવરી શકાય, અને કઈ દિશામાં હજુ વધારે અગ્રેસર રહીને કામ કરવાની જરૂર છે, તેની ચર્ચા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલના સંયોજક શ્રી બિહારી હેમુભાઈ ગઢવી, સહ સંયોજક શ્રી જનક ઠક્કર, સદસ્ય શ્રી અરવિંદ વેગડા, વિરલ રાચ્છ ,મહર્ષિ દેસાઈ સાથે કરાઈ હતી, અને કલાકારોના સૂચનો લેખીતમાં પણ લેવાયા હતા.
આ તબ્બકે જામનગર શહેર વિધાનસભાના બન્ને ઉમેદવારો શ્રી દિવ્યેશ અકબરી, અને શ્રીમતી રીવાબા જાડેજાએ પણ કલાકારોને સંબોધીને ભારતીય જનતા પાર્ટી એ કલાકારો ના સન્માન અને વિકાસ માટે કટિબધ્ધ રહી છે, અને ભવિષ્યમાં પણ રેહશે, તેની ખાત્રી આપતાં સમગ્ર કલા જગતને બન્ને ઉમેદવારોએ સમાજના એક અગ્રિમ હરોળના પ્રહરી તરીકે સ્વીકારી અને બિરદાવ્યા હતા.
આ તકે બંને ઉમેદવારોના ખૂબજ સીધા, સરળ અને હ્રદયથી નીકળેલા ભાવસભર વક્તવ્યથી ઉપસ્થિત સૌ કલાકારો પ્રભાવિત થયા હતા. કલા સંવાદનું આયોજન જામનગર સાંસ્કૃતિક સેલના સંયોજક ડો. મનોજ જોશી “મન” ની આગેવાનીમાં શહેર સાંસ્કૃતિક સેલના સદસ્યો શ્રી જય વિઠ્ઠલાણી, પાર્થ ઉપાધ્યાય, પ્રદિપ પાલનપુરમાં, કામરાજ જોગલ, રીટાબેન શેઠ વગેરેએ કર્યું હતું.
જેને સફળ બનાવવામાં જામનગર શહેરના નામાંકિત ડી જે હેમ્સ, આશિત જોશી, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શ્રી ચંદ્રવદન ત્રિવેદીએ કર્યું હતું. સરસ્વતી વંદના જાણીતા ગાયિકા અલ્પા ત્રિવેદી એ રજૂ કરી હતી અને આ તબ્બકે શહેર ભાજપમાંથી 78- ઉત્તર વિધાન સભાના ઇન્ચાર્જ શ્રી નિલેશ ઉદાણી , 79 વિધાનસભા વિસ્તારના સહ ઇન્ચાર્જ શ્રી મનીષ કનખરા, કમલેશ સોઢા, ઉપાધ્યક્ષ વસંત ગોરી, લીગલ સેલ ઇન્ચાર્જ ભાવિન ભોજાણી , રમેશ વેકરીઆ તેમજ બહોળી સંખ્યામાં કલા ગુરુ હીર બૂચ, કલાકારો મ્રુદુલાબેન જોષી, રાજ રાણા, જલ્પા બૂચ, મૌલિક ઠાકર, જગત રાવલ, હિરેન ભટ્ટ, રાજલ પૂજારા, રિદ્ધિ શાહ, આદિત્ય જામનગરી વિગેરે અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.