- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની અને ચર્ચાસ્પદ બની ગયેલી ખંભાળિયા વિધાનસભાની બેઠકના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે રાષ્ટ્રીય પક્ષો સાથે અપક્ષ ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.
આજરોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સના શ્રી પરિમલભાઈ નથવાણીનું આજરોજ સવારે અત્રે આગમન થયું હતું. તેઓએ પ્રથમ અહીંના ભગવતી હોલ ખાતે ગયા બાદ ત્યાં અહીંના ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા સાથે અહીંની પ્રાંત કચેરી ખાતે પહોંચી ત્યાં પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સમક્ષ મુળુભાઈ બેરાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ખાસ ઉપસ્થિત રહેલા શ્રી પરિમલભાઈ નથવાણીએ લોકોને માતાધિકારનો ઉપયોગ કરી સક્ષમ અને સજ્જન ઉમેદવાર ચુંટી કાઢવાની અપીલ કરી હતી.
- Advertisement -