Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆ દુબઇ નહીં, બેંગલુરૂનું એરપોર્ટ છે...

આ દુબઇ નહીં, બેંગલુરૂનું એરપોર્ટ છે…

ગાર્ડન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના આંતરરાષ્ટ્રિય એરપોર્ટને રૂા. પ000 કરોડના ખર્ચે ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. દુબઇની હાઇફાઇ ફાઇવ સ્ટાર હોટલોને પણ આટે તેવા આ અદ્યતન એરપોર્ટને બેંગલુરૂની ગાર્ડનની થીમ પર ભવ્ય ઓપ આપવામાં આવ્યો છે. તમામ લકઝરીયસ સુવિધાઓ સાથે નિર્માણ પામેલાં આ ભવ્ય એરપોર્ટને 11મી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે. બેંગલુરૂને ભારતનું આઇટી હબ પણ માનવામાં આવે છે. ત્યારે વિશ્ર્વભરમાંથી આવતા પ્રવાસીઓ આ ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ જોઇને અભિભૂત થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular