સી-વોટરે ગુજરાતનો મૂડ જાણવા ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. એબીપી સી-વોટર સર્વેમાં પીએમ મોદીના કામ પર જનતાએ શું કહ્યું? ગુજરાતના ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે પીએમ મોદીનું કામ કેવું છે? તેના પર 65 ટકા લોકોએ કહ્યું કે વડાપ્રધાનનું કામ સારું છે, 15 ટકા લોકોએ કહ્યું કે કામ એવરેજ છે અને 20 ટકા લોકોનું માનવું છે કે પીએમ મોદીનું કામ ખરાબ છે.
ગુજરાતના લોકોને સર્વેમાં પૂછવામાં આવ્યું કે શું તમે તમારી સરકાર બદલવા માંગો છો? જવાબમાં 43 ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકારથી નારાજ છે અને તેને બદલવા માંગે છે. તે જ સમયે, 34 ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકારથી નારાજ છે પરંતુ તેને બદલવા માંગતા નથી. જયારે 23 ટકા લોકોનું કહેવું છે કે તેઓ ન તો ભાજપ સરકારથી નારાજ છે અને ન તો તેઓ તેને બદલવા માગે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરતાં ગુજરાતના 19% લોકોએ કહ્યું કે ચૂંટણીમાં ધ્રુવીકરણ મુખ્ય મુદ્દો હશે. 27 ટકા લોકોએ રાષ્ટ્રીય સુરક્ષા અને 17 ટકા લોકોએ મોદી-શાહના કામને અસરકારક મુદ્દો ગણાવ્યો. 16 ટકા લોકોએ સરકારની કામગીરી અને 16 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને ચૂંટણીનો મુખ્ય મુદ્દો ગણાવ્યો, જયારે 5% ગુજરાતીઓના મતે વિધાન સભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ અસરકારક રહેશે. તમે મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરશો? ગુજરાતની જનતા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે છે? આ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીની પસંદગી તરીકે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને 33 ટકા, વિજય રૂપાણીને 8 ટકા, નીતિન પટેલને 5 ટકા અને હાર્દિક પટેલને 3 ટકા વોટ મળ્યા હતા. સી-વોટર સર્વેમાં સીઆર પાટીલ 3 ટકા, ભરત સોલંકી 4 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, અર્જુન મોઢવાડિયા 7 ટકા, અઅઙના ઇશુદાન ગઢવી 20 ટકા અને અન્ય 7 ટકા હતા.