વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસ પર મેગા રિક્રૂટમેન્ટ ડ્રાઇવ લોન્ચ કરી છે. 50 કેન્દ્રીય મંત્રીએ જુદાં-જુદાં લોકેશન પર 75 હજાર યુવાનને નિમણૂકપત્ર આપ્યા છે. ભરતી અભિયાન દ્વારા દોઢ વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2023 સુધીમાં 10 લાખ યુવાનને નોકરી આપવાનું લક્ષ્ય છે.
આ નિમણૂકો કેન્દ્ર સરકારનાં 38 મંત્રાલય અને વિભાગોમાં હશે. આ તમામ ભરતીઓ ઞઙજઈ, જજઈ, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાને આ વર્ષે જૂનમાં મંત્રાલયો/વિભાગોમાં મેનપાવરની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો હતો.
સમારોહ દરમિયાન પીએમએ યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે આજનો દિવસ ભારતની યુવા શક્તિ માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. છેલ્લાં 8 વર્ષમાં દેશમાં રોજગાર અને સ્વરોજગારનું જે અભિયાન ચાલી રહ્યું છે, આજે તેની સાથે બીજી કડી જોડવામાં આવી છે. આ કડી જોબ ફેરની છે. આજે કેન્દ્ર સરકાર 75000 યુવાનને નિમણૂકપત્ર આપી રહી છે. આજે આઝાદીનાં 75 વર્ષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર 75 હજાર યુવાનને નિમણૂકપત્ર આપી રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં લાખો યુવાનોને નિમણૂકપત્રો પણ આપવામાં આવ્યાં છે. હવે અમે વિચાર્યું કે એકસાથે નિમણૂકપત્ર આપવાની પરંપરા શરૂ કરવી જોઈએ, જેથી વિભાગોમાં પણ સમયબદ્ધ પ્રક્રિયા અપનાવવાની પરંપરા બને. આગામી સમયમાં પણ આવી જ રીતે યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવશે.
વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આમાં, અમારા ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો અને ઉત્પાદન સહયોગીઓની મોટી ભૂમિકા છે. આજે ભારત વિશ્ર્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં અમે નંબર 10થી નંબર 5 પર પહોંચી ગયા છીએ.
આજે અમારો સૌથી વધુ ભાર યુવાનોના કૌશલ્ય વિકાસ પર છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દેશના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર યુવાનોને તાલીમ આપવા માટે એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા મળેલી 10 લાખ નોકરીઓ માટે કેન્દ્ર સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં ખાલી જગ્યાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો.આ વર્ષે જૂનમાં વડાપ્રધાને મંત્રાલયો અને વિભાગોમાં મેનપાવરની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જ મેગા રિક્રુટમેન્ટ ડ્રાઇવ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
હાલમાં ગ્રુપ અ (ગેજેટેડ) કેટેગરીમાં 23584 જગ્યા, ગ્રુપ ઇ (ગેજેટેડ) કેટેગરીમાં 26282, જ્યારે ગ્રુપ ઈ નોન-ગેઝેટેડ કેટેગરીમાં 8.36 લાખ જગ્યા ખાલી છે. એકલા રક્ષા મંત્રાલયમાં જ 39366 ગ્રુપ બી (નોન-ગેઝેટેડ) અને 2.14 લાખ ગ્રુપ સીની જગ્યાઓ ખાલી છે. રેલવે અને ગૃહ મંત્રાલયમાં ગ્રુપ સીના 2.91 લાખ ગ્રુપ ઈ નોન-ગેઝેટેડ કેટેગરી હેઠળ 1.21 લાખ જગ્યા ખાલી છે.
પીએમના આ મેગા જોબ કેમ્પેન હેઠળ સંરક્ષણ મંત્રાલય, રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન, કસ્ટમ્સ અને બેંકિંગ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ, સબ-ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ અને આવકવેરા નિરીક્ષક સહિત 38 વિભાગમાં દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનોને નોકરીઓ આપવામાં આવશે.
કાર્યક્રમમાં દેશભરના કેન્દ્રીય મંત્રી સામેલ થશે. ઓડિશાના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રમાંથી વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ, રાજસ્થાનમાંથી રેલવેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, તામિલનાડુમાંથી નાણામંત્રી નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશના ઉદ્યોગમંત્રી મહેન્દ્ર પાંડે હાજરી આપશે. જ્યારે ઝારખંડથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા અને બિહારમાંથી પંચાયતીરાજમંત્રી ગિરિરાજ સિંહ પણ હાજરી આપશે.