Monday, December 23, 2024
Homeરાજ્યહાલારગુજરાત ગૌરવ યાત્રાનું ફલ્લામાં સ્વાગત કરાયું

ગુજરાત ગૌરવ યાત્રાનું ફલ્લામાં સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્યના નેતાઓનું સભાને સંબોધન

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચતાં વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણા, ભરતભાઇ બોઘરા સહિતના નેતાઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતાં. સભાને સંબોધતા નેતાઓએ ગુજરાતમાં ડેમ ભરવા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, શિક્ષણ, આરોગ્ય વગેરેની જે સુવિધા આપી છે. તેની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશે વિકાસ કર્યો છે. ગુજરાત અને દેશની જનતા સુખી અને સલામત છે.

- Advertisement -

આ પ્રસંગે ફલ્લા ગામના જુના જનસંઘના વખતના અને જામનગર જિલ્લા ભાજપના આગેવાન વેલજીભાઇ ધમસાણિયા, ધનસુખ ભંડેરી, જેન્તીભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, કમલેશ ધમસાણિયા, લલીતાબેન ધમાસણિયા, મકનભાઇ કાસુંદ્રા, ભરતભાઇ દલસાણિયા (ફલ્લા), રમેશભાઇ કણસાગરા, વરજાંગ ખીમાણીયા, વશરામભાઇ લૈયા, નિકુલસિંહ જાડેજા, ભરતભાઇ બોરસદીયા, રસીકભાઇ ભંડેરી, નિલેશભાઇ ઉદાણી, સરપંચો આગેવાનો ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular