મોબાઇલ, કોમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો પ્રત્યેકના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા છે. જોકે, આ ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે છે. આજે ’ઇન્ટરનેશનલ ઈ-વેસ્ટ ડે’ છે ત્યારે ઈ-વેસ્ટથી થઇ રહેલા પ્રદૂષણનો સતત વધારો ચિંતાનો વિષય છે.
નાણાકીય વર્ષ 2021માં સૌથી વધુ ઈ વેસ્ટ ઉત્પન્ન કરવામાં ગુજરાત 31.93 લાખ મેટ્રિક ટન સાથે મોખરે છે. તામિલનાડુ બીજા, મહારાષ્ટ્ર ત્રીજા, ઓડિશા ચોથા અને આંધ્ર પ્રદેશ પાંચમાં સ્થાને છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ત્રણ વર્ષમાં 24.94 લાખ ટન ઈ વેસ્ટ સામે આવ્યો છે. જેમાંથી માત્ર 4.57 લાખ ટન ઈ વેસ્ટનો જ યોગ્ય રીતે નિકાલ કે રીસાયકલ થઇ શક્યું છે. આમ, 20 ટકાથી પણ ઈ વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ થઇ શકે છે.
બાકીનો 80 ટકા ઈ વેસ્ટ પૃથ્વી પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે. ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા 2017-18માં 1298.561 ટન, 2018-19માં 3106.3085 ટન, 2019-20મ 14185.54 ટન અને 2020-21માં 109463 ટન ઈ વેસ્ટ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
ઈ વેસ્ટના નિકાલ માટે સંકળાયેલી સંસ્થાનાં ડિરેક્ટર સીમા મંડોરાએ જણાવ્યું કે, ’વર્ષ 2023માં વિશ્ર્વની પ્રત્યેક વ્યક્તિ સરેરાશ 7.6 કિલો ઈ વેસ્ટ ઉત્પન્ન કરશે. મતલબ કે, વિશ્ર્વમાં 57.4 મિલિયન ટન જંગી ઈ-વેસ્ટ કે જેમાં હાનિકારક પદાર્થો-કિંમતી સામગ્રીનું મિશ્રણ હોય છે તેનું ઉત્પાદન થશે. વર્ષ 2019માં વિશ્ર્વએ 53.6 મેટ્રિક ટન ઈ-વેસ્ટ ઉત્પન્ન કર્યો હતો અને તેમાંથી માત્ર 17 ટકા રિસાયકલ થયો હતો. ઈ વેસ્ટના નિકાલ માટે લોકો જાગૃત બને તે જરૂરી છે. ’