ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 12 ના રોજથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ ભગવાન દ્વારકાધીશના આર્શીવાદથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રારંભ કરાવશે. આ યાત્રા આવતીકાલ તા. 13ના રોજ જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે અને એક દિવસમાં જિલ્લાની ત્રણેય વિધાનસભાને આવરી લેશે.
ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં કરેલા વિકાસને લઈને આવતી આ ગુજરાત ગૌરવ યાત્રા આવતીકાલે સવારે 9-30 વાગ્યે ગોવાણાથી શરૂ થશે 10 કલાકે લાલપુર ખાતે જાહેર સભા તેમજ 12-45 કલાકે મુળીલા ખાતે સ્વાગત 1 વાગ્યે હરીપર ખાતે સ્વાગત બાદ 77-વિધાનસભામાં પ્રવેશ કરશે અને 1-45 કલાકે દ2ેડ ખાતે સ્વાગત 2-15 કલાકે મોડપર પાટીયા ખાતે સ્વાગત, 2-45 કલાકે મોટી બાણુગાર ખાતે સ્વાગત, બપો2ે 3-15 કલાકે ફલ્લા ખાતે જાહેરસભા બાદ 76-કાલાવડ વિધાનસભાના વિસ્તારોમાં 4-30 કલાકે વાંકીયા ખાતે સ્વાગત, 4-45 કલાકે ધ્રોલ ખાતે જાહેરસભા તેમજ સાંજે 6 કલાકે લૈયારા ખાતે સ્વાગત બાદ આગળના જિલ્લામાં પ્રસ્થાન કરશે.
આ યાત્રાને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષા તેમજ વિધાનસભા વાઈઝ અલગ-અલગ બેઠકો યોજવામાં આવેલ. જેમાં સ્વાગત સુશોભન વ્યવસ્થા, સભા સંચાલન, રૂટ ઈન્ચાર્જ, વાહન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, પ્રચાર-પ્રસાર, મીડીયા, સોશ્યલ મીડીયા, સાંસ્કૃતિક કાર્યકમ, આરોગ્ય અને જનરેટર સહીત તમામ બાબતે સુચારૂ આયોજન કરી, ઈન્ચાર્જોની નિમણુંક કરવામાં આવી હતી. આ યાત્રાને સફળ બનાવવા જિલ્લા ભાજપના તમામ આગેવાનોએ પેઈજ સમિતિ, બુથ સમિતિ, શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત તમામ કાર્યકરોને અપીલ કરી વધુમાં વધુ લોકોને આ યાત્રામાં સહભાગી બનાવવા અપીલ કરેલ છે તેમ જિલ્લા મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.


