ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા સોમનાથ થી સુઇ ગામ યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા પરિવર્તન યાત્રા આજરોજ જામનગર પહોંચી હતી. જેનું યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બાઈક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા યોજાઈ રહી છે. જે આજરોજ જામનગર ખાતે આવી પહોંચી હતી. આ રેલીના સ્વાગત માટે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી આ બાઈક રેલી પ્રારંભ થઈ હતી. જે રાજપૂત સમાજ, લીમડાલાઈન, બેડી ગેઈટ, કે.વી. રોડ સહિતના માર્ગો પર થઈ સુભાષબ્રીજ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, સૌરાષ્ટ્રના પ્રભારી શ્રીરામ કિશન ઓઝા, ખંભાળિયા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ ઉપરાંત શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, કોર્પોરેટરો અસલમ ખીલજી, રચનાબેન નંદાણિયા, જેનમબેન ખફી, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, કોંગ્રેસ અગ્રણી નયનાબા જાડેજા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.