દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે છ કિલોમીટર દૂર વરવાળા હાઈ-વે પર ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને જઈ રહેલા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભૂમિબેન ઝખરાભા ગીગલા નામના 33 વર્ષના હિન્દુ વાઘેર મહિલાને આ માર્ગ પરથી પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-25-ટી-5807 નંબરના ટ્રકના ચાલકે હડફેટે લેતા સ્કૂટર સવાર ભૂમિબેન તથા તેમની સાથે જઈ રહેલા પાંચ વર્ષના પૃથ્વીરાજ અને પ્રિયાંશીબેનને ફ્રેકચર સહિતની ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.