ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં સાથે મળીને 50 કિલોન એટલે કે 350 કરોડ 3પિયાનું ડ્રગ્સ ઝડપી પાડયું છે. પાકિસ્તાનથી જે ડ્રગ્સ ગુજરાતની દરિયાઇ સીમામાં આવતું હોવાની માહિતી મળી હતી તેના આધારે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અલ સાકાર નામની બોટમાં જેમાં 50 કિલો હેરોઇન લઇ 6 પાકિસ્તાની કૂ મેમ્બર્સ ગુજરાત લઇને આવી રહા હતા તે પહેલાં જ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેને મધદરિયે રોકી તેના કબ્જે કર્યું છે.
મહત્ત્વની વાત છે કે ગુજરાત એટીએસ દ્વારા મધદરિયે આવા જ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તેમાં વધુ એક ઓપરેશન મોડી રાત્રે સકળ થયું છે. આ બોટને જખૌ લાવવામાં આવી રહી છે. આ હેરોઇન કોણે મોકલવાનું હતું, કોની સંડોવણી છે, તેમજ 6 પાકિસ્તાની નાગરિકનો શું રોલ છે? તે તપાસમાં સામે આવશે. મહત્ત્વની વાત એ સામે આવી છે કે અલ સાકાર નામની બોટ હતી તે ફિશિંગ બોટ હતી અને તે ગુજરાતના 90 વર્ટિકલ માઇલમાં કોઇપણ જગ્યાએ ગુજરાતના જે રિસીવરો હતા તેને ડિલિવરી આપવાના હતા તે પહેલા ગુજરાત એટીએસને સફળતા મળી હતી.