Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસાયબર ફ્રોડ સામે CBIના દેશભરમાં 115 સ્થળે દરોડા

સાયબર ફ્રોડ સામે CBIના દેશભરમાં 115 સ્થળે દરોડા

આ દરોડાને સીબીઆઇએ નામ આપ્યું ‘ઓપરશન ચક્ર’

- Advertisement -

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ સાયબર ફ્રોડ સામે ઝુંબેશ હાથ ધરી છે. મંગળવારે તપાસ એજન્સીએ દેશમાં 100 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે, સીબીઆઈએ ઈન્ટરપોલ, ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન જેવી એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે કાર્યવાહી કરી છે. જે માટે સીબીઆઇએ વિવિધ રાજ્યોની પોલીસની પણ મદદ લીધી હતી. સીબીઆઇએ આ દરમિયાન બે બનાવટી કોલ સેન્ટરનો પણ પર્દાફાશ કર્યો છે કે, જેના દ્વારા અમેરિકાના નાગરિકોને ઠગવામાં આવી રહ્યા હતા. સીબીઆઇની રડારમાં 300થી વધુ લોકો છે. સીબીઆઈએ દિલ્હીમાં પાંચ સ્થળોએ ઉપરાંત અંદામાન, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાનમાં પણ દરોડા પાડયા હતા. આ દરોડાને સીબીઆઇએ ઓપરેશન ચક્ર નામ આપ્યું છે. સીબીઆઈએ મંગળવારે સાયબર ગુનેગારો સામેના અભિયાનના ભાગરૂપે અનેક રાજ્યોમાં 115 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળો સાથે મળીને ’ઓપરેશન ચક્ર’ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ દ્વારા 87 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ દ્વારા 28 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

- Advertisement -

ઓપરેશનના ભાગરૂપે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચાર, દિલ્હીમાં પાંચ, ચંદીગઢમાં ત્રણ અને પંજાબ, કર્ણાટક અને આસામમાં બે-બે સ્થળોએ મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું. સીબીઆઇએ અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈને આ કાર્યવાહી અંગે જાણ કરી છે. ઈન્ટરપોલ, એફબીઆર, રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની માહિતીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular