Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે જલાની જારમાં યોજાશે ઈશ્વર વિવાહ

આવતીકાલે જલાની જારમાં યોજાશે ઈશ્વર વિવાહ

- Advertisement -

જામનગર શહેરની પ્રાચિન જલાની જારની ગરબી આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતાના વાજિંત્રો, માત્ર ‘નોબત’ના તાલે પુરૂષ દ્વારા રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેસરી અબોટીયા પહેરી માતાજીના ગરબા રજુ કરાય છે.

- Advertisement -

આ ગરબીમાં ઈશ્વર વિવાહ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર 3:30 કલાકે સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે. આ ગરબીમાં ચાંદી જડી માતાનો મઢ તથા ચાંદી જડીત માં નવદુર્ગાના પૂતળા સદીઓ પુરાણા છે. આ ગરબી 337 વર્ષ જુની છે. જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવેલ છે.
વિક્રમ સંવત 2078, આસો સુદ સાતમ, તા.2-10-2022 રવિવાર રાત્રિના 12:30 કલાકે આધ્ય કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહ નું આયોજન કરવામાં આવ્યું છે. સાંભળનાર શ્રોતાજનો તેનો સાર સમજી શકે તે માટે એક પંકિત ચાર વખત ગાવામાં આવે છે. આ ઈશ્વર વિવાહ જોવો અને ગાવો એ એક ચિરસ્મરણીય લ્હાવો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular