જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી ઇજનેર ભરતભાઇ ગોંડલીયાની પુત્રી અર્ચના ગોંડલીયા, કે જે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વંદે ભારત ટ્રેનમાં સહયાત્રી બની હતી અને વડાપ્રધાને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર સાત મિનિટ સુધી વાતચીત અને ચર્ચા કરી હતી.
જામનગરમાં રહેતા અને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી ઇજનેર ભરતભાઈ ગોંડલીયા ની પુત્રી અર્ચના ગોંડલીયા કે જેણે જામનગરની સત્ય સાંઈ સ્કૂલમાં શિક્ષણ મેળવી આગળ નિરમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કરીને હાલ સાઈબર સિક્યુરિટી ઉપર રિસર્ચ અને પીએચડી કરી રહી છે. હાલમાં તેઓ કે.સી.જી. અમદાવાદમાં ઓ.એસ.ડી. તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે. ત્યારે ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે અર્ચના ગોંડલીયા તેમની સાથે સહયાત્રી તરીકે જોડાયા હતા.
દરમિયાન પ્રધાનમંત્રીએ તેમની સાથે દેશના વુમન સાયબર સિક્યુરિટીને મજબૂત કરવા માટે ચર્ચા કરી હતી, સાથો સાથ શિક્ષણ વિભાગ અને યુનિસેફ સાથે એમ.ઓ.યૂ. થયા છે, તે અંતર્ગત અર્ચના ગોંડલીયા વુમન પાવર સ્ટાર્ટઅપ સાઇબર સિકયોરિટી અને સ્કીલ ડેવલપમેન્ટના આયોજનમાં મુખ્ય સૂત્રધાર છે.
વડાપ્રધાન સાથેની વાતચીતમાં સ્વ વિચાર અને સ્વ અનુભવો અંગે વુમન સાયબર સિક્યુરિટી ઉપર વિશેષ ચર્ચાઓ કરી હતી, અને પોતાનો અભિપ્રયોગ વ્યક્ત કર્યો હતો. મહિલાઓને વિવિધ સ્તરે ફસાતી અટકાવવા માટેના મુદ્દાઓની વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી, અને પોતાના રિસર્ચ અંગે પ્રોડક્ટ સ્ટડી લઈને મળેલી તક અને પ્રધાનમંત્રી સાથેની મળેલી સહયાત્રી બનવાની અને વાતચીત કરવાની તકને તેણીએ અવિસ્મરણીય ગણાવી હતી.