Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરીક્ષામાં બેસેલા પેસેન્જરની રોકડ ચોરીમાં કિશોર સહિત ત્રણ ઝડપાયા

રીક્ષામાં બેસેલા પેસેન્જરની રોકડ ચોરીમાં કિશોર સહિત ત્રણ ઝડપાયા

રીક્ષાચાલકે પેસેન્જરને વાતોમાં વ્યસ્ત રાખ્યો : પાછળ બેસેલા કિશોર સહિતના બન્ને શખ્સોએ રોકડ સેરવી : સિટી બી ડીવીઝન ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

- Advertisement -

જામનગર શહેરના સાત રસ્તાથી શરૂ સેકશન રોડ સુધીના માર્ગ પર જતી રીક્ષામાંથી રોકડની ચોરીના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે બે તસ્કરોને ઝડપી લઇ રૂા.17500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તાથી શરૂ સેકશન રોડ તરફના માર્ગ પર જતાં પોરબંદર તાલુકાના ટુકડા (ગોસા) ગામમાં રહેતાં જનકભાઈ દેવરામભાઈ રાજ્યગુરૂ નામના પ્રૌઢના ખીસ્સામાંથી રૂા.27,500 ની રોકડ રકમ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં જીજે-10-ટીડબલ્યુ-7403 નંબરની સીએનજી રીક્ષાના સીસીટીવી ફુટેજના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પીઆઈ કે.જે.ભોયે તથા પીએસઆઈ ડી.એસ.વાઢેર એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફે રીક્ષાચાલક સુરજ કમલ પરમાર અને શૈલેષ ઉર્ફે સંજય ગોવિંદ વાઘેલા નામના બન્ને શખ્સોને જોગસ પાર્ક પાસેથી રીક્ષામાં આંતરી તલાસી લેતા સુરજ પાસેથી રૂા.5000 અને શૈલેષ પાસેથી રૂા.17500 ની રોકડ રકમ તથા એક સગીર પાસેથી રૂા.5000 મળી કુલ રૂા.27,500 ની રોકડ રકમ અને રૂા.50,000 ની રીક્ષા મળી રૂા.77,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular