જામનગરમાં 7 દાયકાથી પરંપરાગત રીતે આસો સુદ આધશકિત માં જગદંબાના નવ નોરતા નવરાત્રી બાદ વિજ્યાદશમી મહોત્સવની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. જે સંદર્ભે ચુંટણીવર્ષ હોવાને અનુસંધાન જોગાનુજોગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવનારી તા. 10/10/2022, મંગળવારના રોજ વડાપ્રધાન પ્રદર્શન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારી અગાઉ થી શરૂ થઈ જશે જે બાબતને ધ્યાને લઈ આ વર્ષે રાવણદહનનું કાર્યક્રમ સ્થળ ફેરબદલી કરી શહેરના પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે.
સાથસાથે અસ્ત્ય પર સત્યનો વિજય આ આદર્શ અને વિજયદિવસમાં તહેવારે સૌ જામનગરની જનતાને રામસવારી અને રાવણદહનના કાર્યક્રમ જોડાવવા અનુરોધ છે. જેમાં રામસવારી યાત્રા શહેરના નાનકપૂરી ખાતે થી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પવનચક્કી – હવાઈચોક – બર્ધનચોક – ચાંદીબજાર – સજુબા શાળા – બેડીંગેઇટ – લીમડાલેન – જિલ્લા પંચાયત – મિગ કોલોની – હાથી કોલોની – પટેલ સમાજ – રણજીતનગર સર્કલ – હીરજી મિસ્ત્રી રોડ અંતે પ્રણામી ગ્રાઉન્ડ સ્થળ પર આ મુજબ રામસવારી રૂટ પર કરશે ત્યારબાદ રાવણ દહન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે તે સાથે ફરી એકવાર જામનગર સિંધી સમાજ દ્વારા આ વિજ્યાદશમી કાર્યક્રમ માં જામનગરની સમગ્ર જનતા ને જોડાઈ ઉજવણી કરવા સિંધી સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.