જામનગર શહેરમાં આવેલા હાલાર હાઉસના પાર્કિંગમાંથી પોલીસે શખ્સને 55 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા હાલાર હાઉસના પાર્કિંગમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ગેરેજના સંચાલક ભાવેશ કાંતિભાઈ ગોહેલ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.27,500 ની કિંમતની 55 બોટલ દારૂ મળી આવતા પોલીસે ભાવેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરનો સદામ બોદુ સફીયા નામનો શખ્સ સ્વીફટ કારમાં આપી ગયો હોવાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.