જામનગર શહેરમાં સાત રસ્તાથી સી.એન.જી. રીક્ષામાં બેસીને શરૂ સેકશન રોડ તરફ જતાં પોરબંદરના પ્રૌઢના ખિસ્સામાંથી રૂા.27,500 ની રોકડ રકમ રીક્ષામાં પાછળ બેસેલો અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, પોરબંદર તાલુકાના ટુકડા (ગોસા) ગામમાં રહેતાં જનકભાઈ દેવરામભાઈ રાજ્યગુરૂ (ઉ.વ.51) નામના પ્રૌઢ બુધવારે બપોરના 12:15 થી 12:45 વાગ્યાના સમય દરમિયાન જામનગર શહેરમાં આવ્યાં હતાં અને સાત રસ્તાથી સી.એન.જી. રીક્ષામાં બેસીને શરૂ સેકશન રોડ પર અંબિકા ડેરી તરફ જતા હતાં ત્યારે રીક્ષામાં પાછળની સીટ પર બેસેલા અજાણ્યા તસ્કરે પ્રૌઢના ખીસ્સામાં રહેલી રૂા.27,500 ની રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારબાદ આ ચોરીની જાણ થતા પ્રૌઢે પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાી હાથ ધરી હતી.