ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે તેના ફેશન અને લાઇફ સ્ટાઇલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ફોર્મેટ રિલાયન્સ સેન્ટ્રોના લોન્ચની જાહેરાત કરી છે. પ્રથમ રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર દિલ્હીના વસંત કુંજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. રિલાયન્સ સેન્ટ્રોનો ઉદ્દેશ ભારતમાં -એપેરલ્સ, ફૂટવેર, કોસ્મેટિક્સ, લોંજરી, સ્પોર્ટસવેરથી માંડીને લગેજ તથા એસેસરીઝ જેવી 300 ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભારતમાં તેની પહોંચ મજબૂત કરી અને ગ્રાહકો સાથે જોડાઈને ફેશનને તમામ લોકો સુધી પહોંચવાનો છે.
રિલાયન્સ સેન્ટ્રો દ્વારા ઓફર કરવામાં આવનાર મુખ્ય સામગ્રીને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે જાગૃત મીડ-પ્રીમિયમ સેગમેન્ટના તમામ ગ્રાહકો માટે વન સ્ટોપ ફેશન ડેસ્ટિનેશન બને. નવી દિલ્હીના ફેશનિસ્ટા માટે રિલાયન્સ સેન્ટ્રો તેમની બદલાતી રૂચિઓને આકર્ષિત કરશે અને તમામ ઋતુઓમાં અને તમામ ઉંમરના લોકો માટે હાઇ ડેફિનિશન ફેશનની જરૂરિયાતને સંતોષશે તે નિશ્ર્ચિત છે.
વસંત કુંજ ખાતે આવેલો રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર આધુનિક દેખાવ અને વાતાવરણથી સુસજ્જ છે અને તેમાં ઉચ્ચ ગુણવત્તા અને ફેશન સામગ્રીની આકર્ષક શ્રેણી છે જે આજના ગ્રાહકો માટે અત્યંત સુસંગત છે. મુખ્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં ઉપલબ્ધ વિવિધ બ્રાન્ડ્સ અને સ્ટાઇલના વિકલ્પો દરેક પ્રસંગો સાથે સુસંગત હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે – પાર્ટીઓથી લઈને લગ્ન સુધીની શ્રેણી રિલાયન્સ સેન્ટ્રોને તમામ જરૂરિયાતો માટે પસંદગીનું ફેશન ડેસ્ટિનેશન બનાવે છે.
મહિલાઓ, પુરૂષો અને બાળકોની ટ્રેન્ડી ફેશન માટે દિલ્હીના ગ્રાહકો હવે ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે અનોખા વિશિષ્ટ અને શ્રેષ્ઠ શોપિંગ અનુભવનો લાભ લઈ શકે છે. 75,000 ચોરસ ફૂટનો આ સ્ટોર આ પ્રદેશમાં તેના પ્રકારનો એકમાત્ર સ્ટોર છે અને તે 300થી વધુ બ્રાન્ડ્સની શ્રેણી અને સમગ્ર પરિવાર માટે 20,000થી વધુ સ્ટાઇલના ઓપ્શન સાથેનો સંપૂર્ણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે.
આ નવા શોપિંગ ડેસ્ટિનેશનમાં તેના ગ્રાહકો માટે સુસંગત ફેશન અને આકર્ષક કિંમતો ઉપરાંત ખાસ ઇનોગ્રલ ઓફર પણ હાજર છે. રૂ.3999ની કિંમતની ખરીદી પર રૂ. 1500ની છૂટ અથવા રૂ.4999 અને તેથી વધુની કિંમતની ખરીદી પર રૂ.2000ની છૂટ મેળવવા માટેની પ્રારંભિક ઓફર રહેશે. અહીંના રહેવાસીઓ વસંત કુંજ ખાતેના રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર પર જઈને ખરીદીના ઉત્તમ અનુભવનો આનંદ માણી શકે છે!