જામનગર શહેરના નાગરચકલા વિસ્તારમાં સોનીના ડેલામાં રહેતાં વિપ્ર યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગરચકલા વિસ્તારમાં આવેલા સોનીના ડેલામાં રહેતાં અને નોકરી કરતા હિતેન્દ્ર યજ્ઞેશચંદ્ર પાઠક (ઉ.વ.45) નામના વિપ્ર યુવાને મંગળવારે સાંજના 7:30 થી રાત્રિના 10:00 વાગ્યા સુધીના સમય દરમિયાન તેના ઘરે છતના હુકમાં કોઇ અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની જાણ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની જાણ કરાતા હેકો જી.વી.ચાવડા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.