ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટો ઝટકો મળ્યો છે. પક્ષના ચિન્હ તિરકમાનને વાપરવા તેમ જ પોતાના જૂથને સાચી શિવસેના તરીકે માન્યતા આપવા એકનાથ શિંદે જૂથે કરેલી અરજીનો નિર્ણય લેવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. ન્યા. ચંદ્રચૂડ. ન્યા. શાહ, ન્યા. મુરારી, ન્યા.હીમા કોહલી અને ન્યા. નરિસંહાની બેન્ચે ઠાકરે જૂથની અરજીને ફગાવી દીધી છે. અરજીમાં ઠાકરે જૂથે શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધી અરજીનો સુપ્રીમ કોર્ટમાં નિકાલ આવે નહીં ત્યાં સુધી ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્થગિતી મૂકવાની માગણી કરી હતી.
બંધારણીય બન્તે ચૂંટણી પંચની પ્રક્રિયા પર કોઈ સ્થગિતી આપવાનો ઈન્કાર કરીને વચગાળાનો સ્ટે માગતી અરજી ફગાવી હતી. ઠાકરે જૂથે દલીલ કરી હતી કે જો ચૂંટણી પંચને પ્રક્રિયા આગળ વધારવાની માન્યતા અપાશે તો બંધારણની દ્રષ્ટીએ અયોગ્ય ઠરશે અને અરજદારને ખમી શકાય નહીં તેવું નુકસાન કરશે. આનો અર્થ ન્યાયાલયિન પ્રક્રિયામાં દખલ કરવા જેવો થશે અને કોર્ટની અવમાનના ગણાશે.
કોર્ટ સમક્ષ પ્રલંબિત પ્રકરણમાં તપાસ કરવાથી ન્યાયાલયિન પ્રક્રિયામાં દખલગીરી ગણાય એવા કાયદાની પાયમાલી થશે. શિંદે જૂથ વતી દલીલ કરવામાં આવ ીહતી કે ઠાકરે જૂથ તરફથી ફક્ત સભાગૃહમાં થયેલા ફૂટનો વિચાર કરવામાં આવે છે.
પણ પક્ષમાં પણ ફૂટ પડી છે, આથી પક્ષમાં પડેલી ફૂટનો નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભા સ્પીકરને નથી એવી દલીલ કરવામાં આવી હતી.આથી શિવસેના કોની ગણાય એનો નિર્ણય ચૂંંટણી પંચે લેવો એવી દલીલ શિંદે જૂથ વતી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે અને ચૂંટણી પંચનું કામ વિધાનસભ્યના અધ્યક્ષના કામથી અલગ છે એવી દલીલ રાષ્ટ્રીય ચૂંટણી પંચના વકિલ દાતારે કરી હતી.
ઉલ્લેખનીય છેકે શિંદે અન્ય 39 વિધાનસભ્યો સાથે શિવસેનાના નેતૃત્વ સામે બળવો કર્યો હતો અને જેને કારણે ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કરવા પૂર્વે જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્ર ધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ભાજપના ટેકા થી મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદએ સરકાર બનાવી હતી. બંધારણના દસમા શેડયુલ અનુસાર ચૂંટાયેલા જનપ્રતિનિધિ પક્ષમાં બળવો કરે નહીં એ માટે કડક જોગવાઈ ધરાવે છે. આથી શિંદે જૂથના વિધાનસભ્યોએ પાત્રતા જાળવવા અન્ય પક્ષ સાથે ભળવું જરૂરી છે, એવી દલીલ ઠાકરે જૂથે કરી હતી. શિંદે જૂથે દલીલ કરી હતી કે આ કાયદો એવા તો શસ્ત્ર તરીકે વાપરી શકે નહીં જેઓ પોતાના પક્ષનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.