જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતાં. જેના કારણે તેના ભાઇઓ તથા કુટુંબીજનો સાથે વ્યવહાર ન હતો. દરમિયાન પિતાને દેખાતું ન હોવાથી ગુમસુમ રહેતી યુવતીએ મંગળવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં મહેશભાઈ માધાભાઈ છૈયા નામના યુવાન સાથે સોનુબેન નામની યુવતીએ ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં અને આ પ્રેમલગ્નને કારણે તેણીના ભાઈઓ તથા પરિવારજનો યુવતીને બોલાવતા ન હતાં. ઉપરાંત યુવતીના પિતાને આંખે દેખાતું ન હતું. ઉપરાંત તેણીની માતા બિમાર રહેતી હતી. જેની ચિંતાને કારણે અવાર-નવાર ગુમસુમ રહેતી હતી. તે દરમિયાન મંગળવારે બપોરના સમયે સોનુબેન મહેશભાઇ છૈયા (ઉ.વ.31) નામની યુવતી તેણીના ઘરે એકલી હતી ત્યારે છતના હુકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. દરમિયાન ઘરે પરત આવેલા પતિ મહેશભાઈ દ્વારા જાણ કરાતા આર.એ. વાઢેર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.