Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : સરગમ નવરાત્રિમાં ‘માડી તારા અઘોર નગારા વાગે’ એ જમાવી રંગત

Video : સરગમ નવરાત્રિમાં ‘માડી તારા અઘોર નગારા વાગે’ એ જમાવી રંગત

પત્રકારોના હસ્ત દિપ પ્રાગટય કરાયુ

- Advertisement -

માઁ આદ્ય શકિતની આરાધનાના પર્વ નવરાત્રિની ગઈકાલથી શરૂઆત થઈ છે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં ગઈકાલે પ્રથમ નોરતે કોરોના કાળ બાદ ભક્તિભાવપૂર્વક નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં પ્રદર્શન ગાઉન્ડ ખાતે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે જામનગર શહેરના પત્રકારો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ચર્તુભૂજદાસજી મહારાજના હસ્તે દિપ પ્રાગટય કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ચર્તુભૂજદાસજી મહારાજ ઉપરાંત જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, મંત્રી કિંજલભાઈ કારસરિયા, ખજાનચી સુચિતભાઈ બારડ, સહમંત્રી પરેશભાઈ ફલિયા, નોબત દૈનિકના પ્રદિપભાઈ માધવાણી, ખબર ગુજરાતમાંથી જયેશભાઈ ધોળકિયા, અનિલભાઈ ગોહિલ, આજકાલના મુકેશભાઈ ગઢવી, અતુલભાઈ મહેતા, જય હિન્દના ભરતભાઈ રાવલ, ગુજરાત મિરરના દિપકભાઈ ઠુમ્મર, ભૂમિ દૈનિકના ઈસ્માઇલભાઈ શેખ, સાંજ સમાચારના હિતેશભાઈ મકવાણા, દિવ્ય ભાસ્કરના હસીતભાઈ પોપટ, જીટીપીએલના જયેશભાઈ રૂપારેલિયા, જિલ્લા યોગ કોચ પ્રીતિબેન શુકલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular