અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લેવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના કોર્ટ વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ અને તપાસ દરમ્યાન તે અહીંથી બોગસ નામે સીમકાર્ડ ખરીદીને પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીને આપતો હોવાની ચોંકાવનારની વિગતો સામે આવી છે. અત્યંત ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલાં આ ઓપરેશન બાદ મોડી રાત્રે આ શખસની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઝડપી લેવાયો શખસ કોણ છે ? અને એના શું ઇરાદાઓ હતા. તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ એનઆઇએ દ્વારા સમગ્ર દેશમાં આતંકી ફંડિંગ મામલે પીએફઆઇ પર દરોડા પાડવામાં આવી રહયા છે. ત્યારે આ ઘટનાને પણ તેને જોડીને જોવામાં આવી રહી છે.
આ શખ્સને પીએફઆઇ સાથે કોઇ સંબંધ છે કે કેમ ? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.