Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયશિન્ઝો આબેના અંતિમ સંસ્કાર, મોદી સહિતના નેતાઓ પહોંચ્યા

શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર, મોદી સહિતના નેતાઓ પહોંચ્યા

ગત 8 જૂલાઇએ જાપાનના પૂર્વ વડાપ્રધાનની ગોળી મારીને કરવામાં આવી હતી હત્યા

- Advertisement -

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યા હતા. જ્યાં મોદી સહિત વિશ્ર્વના 700થી વધુ નેતાઓ હાજર રહયા છે. આબેની 8 જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિંજોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આથી આજે યોજાઈ રહેલ સ્ટેટ ફ્યુનરલ પ્રતિકાત્મક છે. લોકો આ ફ્યુનરલનો વિરોધ કરી રહ્યા છે. નિપ્પોન બુડોકનની બહાર પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

- Advertisement -

ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત 217 દેશના પ્રતિનિધિઓ ગઈકાલે રાત્રે, એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. સ્ટેટ ફ્યૂનરલમાં સામેલ થતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગેની ચર્ચા થઈ હતી.
શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર ભારતીય સમય અનુસાર, સવારે 10:30 વાગ્યે (જાપાન સમય, બપોરે 2 વાગ્યે) ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં થયા હતા. આ કાર્યક્રમ લગભગ દોઢ કલાક ચાલ્યો હતો. આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજકીય મહેમાનોએ પહેલા અંતિમ સંસ્કારમાં આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નેશનલ એંથમની સાથે જ આબેની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતં. ફ્યૂનરલમાં વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, સંસદના અધ્યક્ષ હિરોયુકી હાસોદા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સબુરો ટોકારા અને આબેના નજીકના સાથી ભૂતપૂર્વ વડાપ્રધાન યોશિહિદે સુગા ભાષણ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular