Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયમંદિર કમિટીઓ રાજકીય સંસ્થાઓ ન બનવી જોઇએ

મંદિર કમિટીઓ રાજકીય સંસ્થાઓ ન બનવી જોઇએ

શિરડી સાંઇબાબા ટ્રસ્ટની કમિટી મામલે સુપ્રિમકોર્ટની ટિપ્પણી

- Advertisement -

સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી કે, મંદિરોની વ્યવસ્થાપક સમીતીઓ રાજનીતિક જાગીર ન હોઈ શકે. મંદિરના મેનેજમેન્ટને રાજનીતિ અને પાર્ટીલાઈનથી અલગ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કોઈપણ સતારૂઢ દળ દ્વારા પોતાના ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓને ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપક સમિતિઓમાં સામેલ કરવાની પ્રથાનો અસ્વીકાર કર્યો હતો.

- Advertisement -

જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ સીટી રવિકુમારની પીઠે શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થા સમીતી સાથે જોડાયેલા મામલાની સુનાવણીમાં આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે જયારે રાજનીતિક દળોએ પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને ભકતોના હિતમાં પુજાસ્થળોના વહીવટને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.

સુપ્રીમે સવાલ ઉઠાવ્યો હતો કે રાજનેતાઓ કેટલાક મંદિરોને લઈને આટલા સક્રિય કેમ થઈ જાય છે અને મંદિરના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવા માંગે છે.જે પણ મેનેજમેન્ટ આપે છે તે વિભિન્ન કારણે પોતાના લોકોને તેમાં સામેલ કરે છે. પીઠે જણાવ્યું હતું કે સાંઈબાબા ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિ, જેમાં બોમ્બે હાઈકોર્ટે 13 સપ્ટેમ્બરે એક આદેશથી ખતમ કરી દીધી હતી, જેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના સભ્યો સામેલ હતા. મહારાષ્ટ્ર સરકાર તરફથી હજુ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પીઠ સાથે સહમતી દર્શાવી હતી કે ધાર્મિક સ્થળોની વ્યવસ્થા સમિતિઓ રાજનીતિક જાગીર ન બની શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular