Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મોબાઇલ શો-રૂમના માલિક સાથે કર્મચારી દ્વારા લાખોની છેતરપિંડી

જામનગરમાં મોબાઇલ શો-રૂમના માલિક સાથે કર્મચારી દ્વારા લાખોની છેતરપિંડી

ખરીદી કરવા આપેલ 10 લાખની રોકડ અને 15 લાખના મોબાઇલ સહિત 25 લાખની ઉચાપાત : 15 લાખના મોબાઇલ વેચી માર્યા : પિતા-પુત્રની ધરપકડ : 9 મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલા જાણીતા મોબાઇલ શો રૂમના કર્મચારીને ખરીદી કરવા આપેલી 10 લાખની રોકડ રકમ અને દુકાનમાં રહેલા 15 લાખના મોબાઇલ વેચી મારી કુલ રૂા.25 લાખની છેતરપિંડીના બનાવમાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગરમાં અંબર સિનેમા નજીક આવેલા યસ ઈલેકટ્રોનિકસ નામના મોબાઇલના શો રૂમમાં કામ કરતા નુરમામદ મોહમદ સાજીદ રાજકોટીયા નામના કર્મચારીને તેના માલિકે મોબાઇલની એસેસરીઝની ખરીદી કરવા માટે દસ લાખ રૂપિયા આપ્યા હતાં. જે એસેસરીઝ જમા કરાવી ન હતી. અને દસ લાખ રૂપિયા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતાં. ઉપરાંત દુકાનદારનો વિશ્ર્વાસ મેળવી 15 લાખ 84 હજારની કિંમતના 55 નંગ મોબાઇલ ફોન ગ્રાહકોને વેંચી નાખ્યા હતાં. જેની રકમ પેઢીમાં જમા કરાવવાને બદલે પોતાના પિતા અને ભાઈના ખાતામાં જમા કરાવી દઇ કુલ 25 લાખ 84 હજારની છેતરપિંડી આચરી હતી.

આ અંગે વેપારી રાજુભાઈ ગોહિલે સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.જે. ભોયે પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા ટીમે નુરમામદ મહંમદ સાજીદ રાજકોટીયાની અટકાયત કરી હતી. ઉપરાંત આ કાર્યવાહીમાં મદદગારી કરનાર તેના પિતા મહંમદ સાજીદ ઓસમાણભાઈ રાજકોટીયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જે બન્ને પાસેથી 9 નંગ મોબાઇલ ફોન કબ્જે કરી પૂછપરછમાં તેના નાનાભાઈની સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે સગીરવયનો હોવાથી સમગ્ર મામલે પોલસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નુરમામદ કે જે થોડા સમય પહેલાં મુંબઇ એરપોર્ટ પરથી પ્લેન મારફતે ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને જામનગરના એરપોર્ટ પર ઉતર્યો હતો અને જામનગરમાં ઘુસવા જતાં એલસીબીના હાથે તેના અન્ય બે સાગરીતો સાથે પકડાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular