Monday, December 23, 2024
Homeરાજ્યભાટિયામાં અનિયમિત પાણી વિતરણ અંગે 11 સભ્યોની રાજીનામાની ચિમકી

ભાટિયામાં અનિયમિત પાણી વિતરણ અંગે 11 સભ્યોની રાજીનામાની ચિમકી

ભાટીયા ગામમાં પંચાયત દ્વારા નિયમિત પાણી વિતરણ ન કરાતા ખુદ પંચાયત ના સદસ્યો દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

- Advertisement -

ભાટિયામાં અનિયમિત પાણી વિતરણ અંગે ખુદ પંચાયતના સભ્યો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તેમજ 10 દિવસમાં વિતરણ વ્યવસ્થા નિયમિત નહીં થાય તો ગ્રામ પંચાયત કચેરી સામે ધરણાં યોજી સામૂહિક રાજીનામા આપવાની ચિમકી 11 સભ્યોએ ઉચ્ચારી છે. ભાટીયા માં ગ્રામપંચાયત દ્વારા પાણી વિતરણમાં વાલા દવલાની નીતિ સાથે મળતિયા તેમજ જી હજુરિયાના વિસ્તારો માં 5 થી 8 દિવસો માં પાણી તેમજ બીજા વિસ્તારોમાં 25 થી વધુ દિવસો બાદ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોયતમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ ન કરતાં આજે ભાટીયા ગ્રામપંચાયત ના સદસ્યો તેમજ આગેવાનો દ્વારા ભાટીયા ના તમામ વિસ્તારો માં પૂરતું તેમજ નિયમિત પાણી વિતરણ કરવા તેમજ પોતાના હોદ્દાઓ નો ખોટો ઉપયોગ કરી વ્યવસ્થા ને ખોરંભે ચડાવતા લોકો તેમજ ભુતિયા જોડાણ મારેલ લોકો પર કડક કાર્યવાહી કરવા લેખિત આવેદન મામલતદાર જામ કલ્યાણપુર ને પાઠવેલ હતું. ભાટીયામાં આશરે વીશ હજાર ની વસ્તી ધરાવતું ગામ છે. ભાટીયામાં આ વર્ષે વરસાદ સારો પડ્યો હોય સાથે પાણી પુરવઠા દ્વારા પણ ભાટીયા ગામ ને પાણી નો પુરતો જથ્થો આપવામાં આવતો હોવા છતા ભાટીયા ગ્રામપંચાયત ના અણધારી વહીવટ ને કારણે અમુક વિસ્તાર માં પાંચ દિવસે,અમુક ચોક્કસ વિસ્તાર માં સાત 2 થી આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે બાકીના બીજા તમામ વિસ્તાર માં 25 થી 30 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે.તેમજ લાગતા વળગતા ના આશરે 250 થી વધુ મેઈન લાઈન માં ભૂતિયા જોડાણો આપેલ છે.ઉપરોક્ત બાબતે આવેદન કર્તા સદસ્યો એ ભાટીયા ગ્રામપંચાયત માં સરપંચ તેમજ મંત્રીને અનેકો વખત રજુઅતો કરેલ છે.પરંતુ કોઈ જાત નું નિરાકરણ અપાતું નથી માટે આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી અને ભાટીયા ગામના તમામ વિસ્તારો ને દસ થી બાર દિવસે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા પગલા લેવા નો ઉલ્લેખ આવેદન માં કરવામાં આવ્યો હતો સાથે પાણી એ જીવન જરૂરિયાત ની વસ્તુ હોય ને દરેક નાગરિક ને નિયમિત સમાન ભાવથી વિતરણ થવું જરૂરી જો ભાટીયા માં નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા દિવસ દશમાં નહીં થાય તો ભાટીયા ગ્રામપંચાયત સામે ધરણા પ્રદર્શન કરી આવેદન કર્તા ગ્રામપંચાયત ના 11 સભ્યો સામુહિક રાજીનામાં આપી દેશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular