Friday, December 5, 2025
Homeરાજ્યખંભાળિયા પાલિકાના ટાઉનહોલમાં આગનું છમકલું

ખંભાળિયા પાલિકાના ટાઉનહોલમાં આગનું છમકલું

સદભાગ્યે મોટી જાનહાની અટકી: ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઈ

ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે ઈલેક્ટ્રીક રૂમમાં એકાએક આગ લાગતા થોડો સમય નાશભાગ મચી જવા પામી હતી. જોકે સમયસર આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી.

- Advertisement -

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલના ઇલેક્ટ્રિક રૂમમાં ગત સાંજે આશરે છ વાગ્યે એકાએક આગના ધુમાડા જોવા મળ્યા હતા.

આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ખુલવા પામ્યું છે. આ ટાઉનહોલ બંધ હોવાથી મોટી જાનહાની થતા અટકી હતી. જોકે મીટર રૂમમાં નુકસાની થયાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular