Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજામનગરના ચાર સહિત રાજ્યના 169 પીએસઆઈની બદલી

જામનગરના ચાર સહિત રાજ્યના 169 પીએસઆઈની બદલી

જામનગર ખાતે ત્રણ અને દેવભૂમિ દ્વારકા ખાતે બે પીએસઆઇની નિમણુંક કરાઇ

- Advertisement -

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી પીએસઆઈથી લઇ આઈપીસી અધિકારીની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં ગઈકાલે જામનગરના ચાર સહિત રાજ્યના વધુ 169 બિનહથિયારી પીએસઆઇની બદલીના હુકમ કરવામાં આવ્યા હતાં. જામનગરમાં ત્રણ પીએસઆઇની નિયુકતી કરવામાં આવી છે.

- Advertisement -

છેલ્લાં થોડાં દિવસોથી રાજ્યમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય જેને ધ્યાને લઇ આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે રાજ્યમાં અધિકારીઓની બદલી થઈ રહી છે. ગઈકાલે રાજ્યના આઈજી આશિષ ભાટીયા દ્વારા રાજ્યના 169 બિનહથિયારી પીએસઆઇની તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર જાહેર કરાયા હતાં. જેમાં જામનગરમાં એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ ચંદ્રેશ કાંટેલિયાને વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર સિટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા પીએસઆઇ સંદિપકુમાર રાદડિયાને રાજકોટ ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હસ્તકના દરબારગઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નિશાંત હરિયાણીને રાજકોટ શહેર ખાતે મૂકવામાં આવ્યાં છે તેમજ પીએસઆઇ રાહુલ વાઢેરને ભાવનગર ખાતે મૂકવામાં આવ્યાં છે.

જ્યારે અમરેલી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ રાજાભાઈ કરમટા તથા પૃથ્વીરાજસિંહ મોરીને જામનગર ખાતે નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ કોડીયાતરને જામનગર ખાતે નિમણૂંક આપવામાં આવી છે તેમજ ઈન્ટેલીજન્સ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ જાડેજા ચંદ્રકલાબાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂંક કરવામાં આવ્યાં છે. મોરબીમાં ફરજ બજાવતા પીએસઆઇ પીઠીયા વાલીબેનને પણ દેવભૂમિ દ્વારકા ખાતે નિમણૂંક આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular