Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓનો વિદાય સમારોહ યોજાયો

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓનો વિદાય સમારોહ યોજાયો

- Advertisement -

જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા ૩૨૯ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી માં ફજર બજાવતા પોલીસ હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા ની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી,  કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઇ બુધસી (ગઢવી) ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી.

- Advertisement -

આ ત્રણે પોલીસકર્મીઓ તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ દરમિયાન પોલીસ સ્ટે.ખાતે નોંધાયેલ કેસો જેવા કે, વિશાળ જથ્થામાં દારૂ પકડ્યાના તેમજ રાત્રીના સમયે મોટાપાયે રમાતા જુગાર તેમજ ટેબલ પર કાનૂની કામગીરી કરી બહોળા પ્રમાણમાં લોક ચાહના મેળવી અને કાયદાના ખરા રક્ષક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર તેમજ વિપુલભાઇ બુધસી (ગઢવી) ને પુષ્પગુચ્છ કરીને  સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા આ ત્રણે પોલીસકર્મીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular