જોડિયા તાલુકાના ભાદરા ગામમાં તરૂણ ઉંડ ડેમ પાસે ઉભો હોય પગ સ્લીપ થઈ જતાં પાણીના વ્હેણમાં તણાઈ જતાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વિગત મુજબ,મૂળ મધ્યપ્રદેશના કલુવાટ પીપરી ફળિયાના અને હાલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ભાદરા ગામ વિનુભાઈ ભાણજીભાઇ ભંડેરીની વાડીમાં રહેતાં કરણ જગદીશભાઈ માવી (ઉ.વ.12) ઉંડ-2 ડેમની બહાર મચ્છી મારવા જતાં સ્લીપ થઈ જતાં ડેમના પાટીયા પાણી છોડવા માટે ખુલ્લા હોય જે પાણીના વહેણમાં તરૂણ તણાઈ જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સસ્તીબેન દ્વારા જાણ કરાતા હેકો એન.વી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.