નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ ગુરૂવારે સવારે 3.30 વાગ્યાથી 11 રાજ્યમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયાનાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જે અત્યાર સુધી ચાલુ છે. ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહી હેઠળ સંગઠન સાથે જોડાયેલા 106 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈંઅના લગભગ 200 અધિકારી આ દરોડામાં જોડાયા છે. અહીં દરોડાની વચ્ચે સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં ગઈંઅ વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે. PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને પરેશાન કરી રહી છે. જુલાઈમાં પટના પોલીસે ફૂલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આતંકવાદીઓના નિશાના પર વડાપ્રધાન મોદી હતા. સપ્ટેમ્બરમાં આ કેસમાં PFI કાર્યકરોનાં નામ સામે આવ્યા બાદ ગઈંઅએ બિહારમાં દરોડા પાડ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકના ઉડુપીમાં હિજાબનો વિવાદ શરૂ થયો હતો. કર્ણાટક સરકારના મતે આ વિવાદ પાછળ પીએફઆઈના કાર્યકરોનો પણ હાથ હતો. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પીએફઆઈના કાવતરાને કારણે કર્ણાટકમાં હિજાબ વિવાદ ઊભો થયો. મેંગલુરુમાં વિરોધપ્રદર્શન કરી રહેલા PFIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કેરળમાં પ્રોફેસર ટીજે જોસેફનો હાથ કાપવાની 2010ની ઘટના બાદ PFI સંગઠન પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. પ્રોફેસર જોસેફ પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી કહેવાય છે કે પ્રોફેસર જોસેફના હાથ PFI કાર્યકરોએ કાપી નાખ્યા હતા.
પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા ની રચના 2007માં મનીતા નીતિ પાસરાઈ અને નેશનલ ડેવલપમેન્ટ ફંડ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે એ યુપી-બિહાર સહિત 20 રાજ્યોમાં વિસ્તર્યું છે.
18 સપ્ટેમ્બરે કેરળના કોઝિકોડમાં એક રેલી દરમિયાન PFI નેતા અફઝલ કાસિમીએ કહ્યું- સંઘ પરિવાર અને સરકારના લોકો અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ ઇસ્લામ પર ખતરો હશે ત્યારે અમે શહાદત આપવાથી પાછળ નહીં હટીએ. કાસિમીએ કહ્યું હતું- આઝાદીની બીજી લડાઈ છે અને મુસ્લિમોએ જેહાદ માટે તૈયાર રહેવું પડશે.
સમાજમાં સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપસર PFI હાલમાં માત્ર ઝારખંડમાં પ્રતિબંધિત છે, જેની સામે સંસ્થાએ કોર્ટમાં અપીલ પણ કરી છે. એ જ સમયે કેન્દ્ર સરકાર પણ PFI પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ માટે ઓગસ્ટમાં જ એક ટીમ બનાવવામાં આવી હતી, જેને ત્રણ મોરચે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.